ભગવાન મહાવીરને સાડાબાર વર્ષની અખંડ આરાધનાના અંતે સકલ લોકાલોકને પ્રકાશનારૂં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુએ કેવલજ્ઞાનના એ દિવ્ય પ્રકાશની પ્રાપ્તિ બાદ જગતના જીવોના ઉધ્ધાર માટે કેવલજ્ઞાનના એ દિવ્ય પ્રકાશમાં જોવેલા ધર્મના અનેક રસ્તાઓ બતાવ્યા. તેમાં મુખ્યત્વે (૧)દાન (૨) શિલ (૩) તપ (૪) ભાવ એ ચાર માર્ગો બતાવ્યા. તેમાં પણ સૌ પ્રથમ દાનને સ્થાન આપ્યું. અને પોતે પણ પોતાનું સર્વસ્વ દાન કરીને દાન જ ધર્મનું પ્રથમ પગથીયું છે તે લોકોને ઉપદેશ અને આચરણ દ્વારા બતાવ્યું.

ભગવાન મહાવીરે બતાવેલા એ માર્ગને ચરિતાર્થ કરવા આજે ૨૬૦૦ વર્ષ પછી પણ અહિંસા અને જીવદયા પ્રેમીઓ હળાહળ કલીયુગમાં પણ રણમાં રહેલી મીઠી વિરડી સમાન "મહાવીર ખીચડી ઘર" ઠેર ઠેર સ્થાપી અને તેના દ્વારા ભુખ્યા લોકોને ભરપેટ ભોજનનું દાન કરી રહ્યા છે.

જુદા જુદા શહેરોમાં ચાલતા મહાવીર ખીચડી ઘર અંગે વિસ્તૃત માહિતિ મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

No posts.
No posts.